Screenshot 2024 06 07 173453

મળી ગયું સીક્રેટ! ચહેરા પર આ વસ્તુ લગાવે છે દીપિકા પાદુકોણ

image
Screenshot 2024 06 07 172554

દરેક વ્યક્તિ સ્વચ્છ અને સુંદર ત્વચા ઈચ્છે છે અને આ માટે તેઓ ઘણી બધી પદ્ધતિઓ અપનાવે છે પરંતુ કેટલીકવાર ઘરેલું ઉપાય કમાલ કરી જાય છે.

Screenshot 2024 06 07 172617

બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાંથી એક દીપિકા પાદુકાણ પણ તેની સ્કિન કેર રૂટીનમાં ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરે છે. 

Screenshot 2024 06 07 172635

તમે પણ દીપિકા પાદુકોણની જેમ ગ્લોઈંગ, સોફ્ટ અને સ્પોટલેસ સ્કિન બનાવવા માંગો છો તો દીપિકાનું  ઘરેલું ફેસ માસ્ક ટ્રાય કરી શકો છો.

દીપિકા ચણાનો લોટ, હળદર અને મલાઈમાંથી બનેલ ફેસ પેક લગાવે છે. તે તેને ખૂબ જ સૂટ કરે છે અને તેને તે ખૂબ પસંદ પણ છે.

એક બાઉલમાં ચણાનો લોટ, હળદર અને મલાઈને એકસાથે મિક્સ કરો અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. તમે તેમાં થોડું ગુલાબજળ પણ ઉમેરી શકો છો.

દીપિકા આ ​​ફેસ પેકને તેના ચહેરા પર લગાવે છે અને 15-20 મિનિટ પછી તેને પાણીથી સાફ કરે છે. તેનાથી ડેડ સ્કિન દૂર થાય છે અને સ્કિન પર ગ્લો આવે છે.

ચણાનો લોટ એક્સ્ફોલિયેટરનું કામ કરે છે અને મલાઈ એક નેચરલ મોઈશ્ચરાઈઝર છે. તો હળદરના  એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ પણ ખૂબ ફાયદાકારક છે.

દીપિકાનું માનવું છે કે દરેકની સ્કિન અલગ-અલગ હોય છે, તેથી પહેલા પેચ ટેસ્ટ કરાવવો જોઈએ. આ સિવાય તમે નિષ્ણાતોની સલાહ પણ લઈ શકો છો.