51 વર્ષની ઉંમરે આ વસ્તુઓ ખાઈને ફિટ રહે છે CM યોગી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગણતરી દેશના સૌથી મોટા નેતાઓમાં થાય છે.

CM યોગી 51 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ અને યંગ જોવા મળે છે.

યોગી આદિત્યનાથ ખૂબ જ સાધારણ અને સાત્વિક જીવન જીવે છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દરરોજ સવારે 3 વાગ્યે ઉઠે છે. તેઓ શુદ્ધ શાકાહારી ભોજન ખાય છે.

સીએમ યોગીના નાસ્તાનો સમય સવારે 8 વાગ્યાનો છે.

નાસ્તામાં મુખ્યમંત્રી યોગી ચણા અને દલિયા ખાવાનું પસંદ કરે છે.

નાસ્તામાં યોગી આદિત્યનાથ ફળ જરૂર ખાય છે, જેમાં પપૈયું તેમનું સૌથી પ્રિય ફળ છે.

સીએમ યોગી આદિત્યનાથ બપોરના સમયે જમતા નથી. સવારે નાસ્તો કર્યા પછી તેઓ રાતે જમે છે.

રાત્રે સીએમ યોગી દાળ, શાક, ખીર અને 4 રોટલી ખાય છે.