આ 5 આદતો બદલી નાખજો, નહીંતર સમય પહેલા જ ઘરડા દેખાશો

આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીના કારણે મોટાભાગના યુવા પોતાની ઉંમરથી વધુ વૃદ્ધ દેખાય છે.

જો તમારી ઉંમર 28થી 35 વર્ષ વચ્ચે હોય અને તમે પોતાની ઉંમરથી વધુ વૃદ્ધ દેખાવા ન ઈચ્છો તો આ 5 આદતો બદલી નાખો.

વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે યુવાઓ વચ્ચે અનહેલ્ધી આદતો ખૂબ વધી ગઈ છે. ફાસ્ટ ફૂડ-તેમ મસાલા યુક્ત ફૂડ શરીરને બીમાર  બનાવે છે.

દારૂ-ધૂમ્રપાનના સેવનથી શરીરમાં હાનિકારક તત્વો જમા થાય છે. આ કારણે ત્વચામાં કરચલી અને તે ઢીલી થઈ જાય છે.

તમને જાણીને હેરાની થશે પરંતુ તડકામાં વધારે રહેવાથી ત્વચા સમય પહેલા વૃદ્ધ દેખાય છે અને કરચલી પડી જાય છે.

વૈજ્ઞાનિક રિસર્ચમાં સામે આવ્યું છે કે તણાવ શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરે છે. તે ઉંમર વધવાની પક્રિયા ઝડપી કરે છે.

ઊંઘમાં શરીર પોતાને રીપેર કરે છે. ઊંઘની અછતથી શરીર સમય પહેલા વૃદ્ધ દેખાય છે અને ઘણી શારીરિક-માનસિક બીમારીઓ થઈ શકે છે.

ઉર્ફી જાવેદની પોલીસે કરી ધરપકડ? વાયરલ વીડિયોથી ઉઠ્યા સવાલો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો