લિપસ્ટિક લગાવતા હોય તો ચેતી જજો! કેન્સર સહિત આ બીમારીનું જોખમ

મહિલાઓ પોતાના હોઠની સુંદરતાનું ખાસ ધ્યાન રાખે છે. પરંતુ આ હોઠની સુંદરતા વધારવા દરરોજ લિપસ્ટિકનો ઉપયોગ ભારે પડી શકે છે.

લિપસ્ટિક દરરોજ લગાવવાની કેટલાક નુકસાન પણ થઈ શકે છે. જો તમે પણ લિપસ્ટિક રોજ લગાવો છો તો સતર્ક થઇ જજો.

કેટલીક લિપસ્ટિકમાં હાજર કેમિકલ જેમ કે સુગંધ, રંગ અને પ્રિઝર્વેટિવ્સ, એલર્જી અને ત્વચામાં બળતરા પેદા કરી શકે છે.

કેટલીક લિપસ્ટિકમાં ફોર્માલ્ડિહાઈડ જેવા કેમિકલ હોય છે, જેના કારણે કેન્સર થઈ શકે છે.

લિપસ્ટિકમાં હાજર કેડમિયમ કેમિકલના કારણે કિડની ફેલ્યોર અને પેટમાં ટ્યુમર જેવી સમસ્યાઓ થઈ શકે છે.

લિપસ્ટિક પહેરીને ખોરાક ખાતી વખતે તે તમારા પેટમાં જઈ શકે છે, જેના કારણે તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

લિપસ્ટિક ખરીદતા પહેલા હંમેશા ધ્યાન રાખવું જોઇએ કે આ લિપસ્ટિકમાં કેમિકલનું પ્રમાણ ન હોવું જોઇએ. સારા બ્રાન્ડની લિપસ્ટિક જ ખરીદવી અને લગાવવી જોઇએ.