વજન ઘટાડવાથી લઈને પાચન શક્તિ સુધારવા સુધી, તુલસીના પાનથી થશે આ 7 ફાયદા

ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું ખૂબ મહત્વ છે. ઘર આંગણામાં તુલસીનો છોડ રાખવો શુભ મનાય છે. ધાર્મિક સાથે તુલસી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

તુલસી ઈમ્યુનિટી બૂસ્ટર છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ ખાલી પેટ તુલસીના પાનનું સેવન કરો. તેનાથી બીમારી સામે શક્તિ મળે છે.

તુલસીમાં ઓસિમુમોસાઈડ્સ A અને B હોય છે જે તણાવ ઓછો કરે છે. શરીરને ડિટોક્સ કરવામાં પણ તે ખૂબ મદદ કરે છે.

જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો તુલસીના પાન ફાયદાકારક છે. પાચન મજબૂત કરવા સાથે તે શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે.

રોજ ખાલી પેટ તુલસીના પાન ખાવાથી એસિડિટી અને પેટમાં બળતરાની સમસ્યા દૂર થાય છે અને ઘણી બીમારીથી રાહત મળે છે.

તેના પાનમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, આથી તુલસીનું સેવન કરવાથી શરદી-ખાંસી દૂર થાય છે. ચા-કાઢામાં તુલસીના પાન નાખીને પણ પી શકાય છે.

તુલસી શ્વસન સંબંધી સમસ્યામાં મદદગાર છે કારણ કે તે શરદી, તાવ અને અલર્જીથી લડે છે અને ફેફસાને સાફ કરે છે. 

તહેવારમાં વધારે ગળ્યું-મસાલેદાર ખાઈ લીધું? 2 મિનિટમાં બનાવીને પીવો આ ડિટોક્સ ડ્રિંક 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો