અહીં વેજ મંચુરિયન પર મુકાયો પ્રતિબંધ, જાણો શું છે કારણ

ગોવા ભારતનું એક લોકપ્રિય અને પ્રખ્યાત ટુરિસ્ટ સ્પૉટ છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં દેશ-વિદેશથી લોકો ફરવા આવે છે.

મુડ ફ્રેશ કરવો હોય કે જોરદાર પાર્ટી કરવી હોય, ગોવા બધા માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીંનું ખાવા-પીવાનું પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે. 

ગોવામાં તમને અનેક પ્રકારની વાનગીઓનો સ્વાદ ચાખવા મળે છે. આ વાનગીઓમાંથી એક છે વેજ મંચુરિયન, જે લાંબા સમયથી વેજિટેરિયન લોકોની પસંદ રહ્યું છે.

જોકે, હવે તમને ગોવામાં વેજ મંચુરિયનનો સ્વાદ ચાખવા નહીં મળે. ગયા મહિને કોર્પોરેશને કોબિચ વેજ મંચુરિયન બનાવનાર સ્ટોલ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંચુરિયન પર પ્રતિબંધ મૂકવા પાછળનું સૌથી મોટું કારણ તેમાં વપરાતા સિન્થેટિક કલર છે. 

મંચુરિયન બનાવવા માટે ઘણા બધા સિન્થેટિક કલરનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેનો રંગ લાલ દેખાય. જોકે, આ સિન્થેટિક કલર સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, તેમાં કેટલાક અનહેલ્ધી સૉસનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

MMCના ચેયરપર્સન પ્રિયા મિશાલે કહ્યું કે, મંચુરિયન વેચનારાઓ તેમાં સિન્થેટિક કલરનો ઉપયોગ કરે છે. તેઓ દેખાવ પૂરતો સારો સૉસ રાખે છે પણ ઉપયોગ કરતા નથી.

સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી વસ્તુઓને મિક્સ કરીને મંચુરિયન તૈયાર કરતા હોવાના કારણે ગોવામાં આ વાનગી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.