જરૂર કરતા વધારે બદામ ખાવાની ભૂલ ન કરતા, ફાયદો નહીં શરીરને નુકસાન થશે

બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ તેનું જરૂર કરતા વધારે સેવન તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

બદામમાં હેલ્ધી ફેટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન-E અને ફાઈબર મળે છે, આથી લોકો તેનું વધારે સેવન કરે છે.

પરંતુ આ જાણવું જરૂરી છે કે કોઈ પણ વસ્તુના વધુ પડતા સેવનથી વધારે ફાયદો નથી થતો. એવામાં તમે પણ આ નુકસાન જાણી લો.

સ્કીન, આંખો અને ઈમ્યૂન સિસ્ટમ માટે વિટામિન ઈ જરૂરી છે, તેના વધારે સેવનથી પેટમાં દુઃખાવો, ઝાડા વગેરે થઈ શકે છે.

બદામમાં કેલરી સાથે હેલ્ધી ફેટ્સ પણ હોય છે. જરૂર કરતા વધુ બદામ ખાવાથી તમારું વજન વધી શકે છે.

બદામમાં ઓક્સાલેટ્સ હોય છે, તેના વધુ સેવનથી ઓક્સાલેટ્સ કિડનીમાં ચોંટીને સ્ટોન બનાવવા લાગે છે.

ઘણા લોકોને બદામ ખાવાથી નટ એલર્જી થઈ શકે. જેનાથી ચહેરા પર સોજો, શ્વાસ લેવામાં સમસ્યા વગેરે થઈ શકે છે.

વધુ પડતી બદામ ખાવાથી અન્ય પોષત તત્વોની અછત શરીરમાં થઈ શકે. કારણ કે ફાઈબરનું વધું પ્રમાણ મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને ઝિંકને રોકે છે.

શાહિદ કપૂરે ખરીદી સૌથી મોંઘી મર્સિડિસ કાર, બંગલાથી પણ મોંઘી છે કિંમત

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો