શું તમે પણ લગાવો છો મુલતાની માટી? તો પહેલા આ જાણી લેજો

દરેક વ્યક્તિ પોતાના ચહેરા પર ચમક લાવવા માટે અવનવા અખતરા કરતા હોય છે. જેમાં ઘણા લોકો ખીલ દૂર કરવા અને ચહેરા પર ચમક લાવવા માટે મુલતાની માટીની પેસ્ટ લગાવતી હોય છે.

જોકે, કેટલાક લોકો માટે મુલતાની માટીનો ઉપયોગ કરવો હાનિકારક પણ હોઈ શકે છે.

આજે અમે તમને જણાવીશું કે કયા લોકોએ મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઇએ.

જો તમારી ત્વચા ખૂબ સેન્સિવ છે તો તમારે ક્યારેક જ મુલતાની માટીનો ઉપયોગ કરવો જોઈએ. તેનો વધારે ઉપયોગ કરવાથી તમારા ચહેરા પર ફોલ્લીઓ થઈ શકે છે.

જેમની ત્વચા શુષ્ક હોય છે, તેઓએ મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઇએ. મુલતાની માટી ત્વચાને ખૂબ કડક બનાવે છે. જેના કારણે ત્વચા નિર્જીવ દેખાવા લાગે છે.

જે લોકોને શરદી અથવા ઉધરસ જલ્દી થઈ જાય છે, તેઓએ પણ મુલતાની માટીથી દૂર રહેવું જોઈએ. મુલતાની માટીની માટી ઠંડી હોય છે, જે શરદી અને ઉધરસની સમસ્યામાં વધારો કરે છે.

અહીં જણાવેલી સમસ્યા ધરાવતા લોકોએ મુલતાની માટીનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમને આમાંથી કોઈ સમસ્યા ન હોય તો તમે મુલતાની માટીનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરી શકો છો.

નોંધ- અહીં અપાયેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે, કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લો.