સવારનો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ આપણા માટે ખૂબ જ ખાસ હોય છે. સારો નાસ્તો કરવાથી આખો દિવસ શરીરમાં એનર્જી બની રહે છે અને આપણું મગજ પણ સારી રીતે કામ કરે છે.
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ થોડા સમય અગાઉ જ જણાવ્યું હતું કે, તેઓ નાસ્તામાં શું ખાય છે. તેમણે જણાવ્યું હતું કે લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે તેઓ દરરોજ નાસ્તામાં માત્ર 3 વસ્તુઓ જ ખાય છે.
અનુષ્કા શર્માએ જણાવ્યું હતું કે તેઓ નાસ્તામાં દરરોજ ઈડલી, ચટણી અને સાંભાર ખાય છે. તેમનું કહેવું હતું કે ફર્મેંટેશન (આથો) પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલી ઈડલી પેટ માટે ખૂબ જ સારી હોય છે.
ઈડલી, ઢોસા, કિમચીને ઘણા દિવસો કે અઠવાડિયા સુધી આથો આપીને બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઈડલી અથવા ઢોસા બનાવવા માટે વપરાતી સામગ્રીના ઓર્ગેનિક મોલેક્યૂલ્સ તૂટી જાય છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે આવા ફૂડ્સ આપણા પેટના સ્વાસ્થ્ય માટે સારા હોય છે, કારણ કે આ પ્રાકૃતિક પ્રોબાયોટિક્સનું કામ કરે છે.
આપણા પેટમાં 100 ખરબ બેક્ટેરિયા રહે છે. સારા અને ખરાબ બેક્ટેરિયાની વચ્ચે સંતુલન દર્શાવે છે કે આપણા પેટનું સ્વાસ્થ્ય કેવું છે.
ખાલી પેટ એટલે કે નાસ્તામાં ફર્મેંટેડ (આથાવાળું) ફૂડ્સ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેને પચાવવું સરળ હોય છે અને તેને ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી.
ફર્મેંટેડ ફૂડ્સ એન્ટીઓક્સિડેન્ટ્સ, એન્ટીમાઈક્રોબિયલ અને એન્ટીફંગલ ગુણોથી ભરપૂર હોય છે, જે આપણી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.
ફર્મેટેડ ફૂડ્સનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જે ડાયાબિટીસથી પીડિત લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ અચાનકથી નથી વધતું.
ફર્મેંટેડ ફૂડ્સમાં ફેટની માત્રા પણ ઘણી ઓછી હોય છે, જેના કારણે તેને ખાવાથી હ્રદય સંબંધિત સમસ્યા નથી થતી. જે લોકોને પહેલેથી જ આ બીમારી છે. તેમના માટે ઈડલી, ઢોસા જેવો નાસ્તો બેસ્ટ વિકલ્પ છે.