48 બોલમાં સદી, યશસ્વીએ બનાવ્યો ખાસ રેકોર્ડ, આજ સુધી કોઈ નથી કરી શક્યું

એશિયન ગેમ્સમાં ભારત-નેપાળ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઈ, જેમાં ભારતે 23 રને જીત મેળવી હતી.

આ મેચમાં યશસ્વી જયસ્વાલે વિસ્ફોટક ઈનિંગ્સ રમીને 48 બોલમાં સદી ફટકારી હતી.

પોતાની આ ઈનિંગ્સમાં યશસ્વીએ 7 છગ્ગા અને 8 ચોગ્ગા માર્યા અને સદી ફટકારીને તે આઉટ થઈ ગયો.

આ સાથે યશસ્વી સૌથી નાની ઉંમરે ટી-20માં સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે.

તેણે 21 વર્ષ, 9 મહિના અને 13 દિવસની ઉંમરે સદી ફટકારી શુભમન ગિલનો 146 દિવસની ઉંમરનો રેકોર્ડ તોડી નાખ્યો.

જયસ્વાલે એશિયન ગેમ્સમાં સદી ફટકારી આ કામ કરનાર પહેલો ભારતીય પુરુષ ક્રિકેટર બન્યો છે.

જ્યારે ડાયેટના કારણે ચક્કર ખાઈને પડી ગઈ શ્રીદેવી, તૂટ્યા દાંત, મોત બાદ ખુલ્યું આ રહસ્ય 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો