એક સમયે પાણી પુરી વેચતા 21 વર્ષના ક્રિકેટરે મુંબઈમાં ખરીદ્યો 5BHK ફ્લેટ

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ધમાકેદાર પ્રદર્શન કરતા પહેલી ટેસ્ટ મેચ જીતી લીધી છે.

પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ મેચમાં જ 171 રનની ઈનિંગ્સ રમનાર ઓપનર યશસ્વીએ પોતાના પરિવારને શાનદાર ગિફ્ટ આપી છે.

યશસ્વીએ મુંબઈમાં 5 બેડરૂમવાળો આલીશાન ફ્લેટ ખરીદ્યો છે, આ પહેલા તે 2BHK ઘરમાં રહેતો હતો.

યશસ્વી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે અને તેના પિતા કાવડ યાત્રા પર છે, આ દરમિયાન શિફ્ટિંગનું કામ ચાલી રહ્યું છે.

યશસ્વીના ભાઈએ ઈન્ટરવ્યૂમાં કહ્યું-યશસ્વી અપડેટ લઈ રહ્યો છે, તે પાછા આવીને નવા ઘરમાં રહેવા ઈચ્છે છે.