અધિકમાસમાં ખાસ કરો આ કામ, મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા બની રહેશે

આ વખતે શ્રાવણ મહિના પહેલા અધિકમાસ આવી રહ્યો છે, જેની શરૂઆત 18 જુલાઈથી થઈ રહી છે.

અધિકમાસનો સમગ્ર મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે, આથી તેમાં શ્રીહરિ અને માતા લક્ષ્મીની પૂજા કરાય છે.

આ દરમિયાન કેટલાક એવા કાર્યો છે જે કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે છે.

અધિક માસમાં ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ ધરાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

માન્યતા છે કે પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ, આ શુભ મનાય છે. જેમ કે પીળા વસ્ત્રો, પીળી દાળ વગેરે...

તુલસી સામે ઘીનો દીવો જરૂર કરો. આમ કરવાથી શ્રી હરિ અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

અધિકમાસમાં પીપળાના ઝાડને પાણી ખાસ ચડાવવું જોઈએ. કહેવાય છે કે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.