2 MAR 2024
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીએ દેશભરમાં ઉત્સવનો માહોલ સર્જ્યો છે
શુક્રવારે બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ અંબાણીની પાર્ટીમાં ગ્લેમર ઉમેરવા જામનગર પહોંચી હતી
શ્રધ્ધાની સાથે તેનો કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી પણ જામનગરમાં જોવા મળ્યો હતો, શ્રદ્ધાની જેમ રાહુલે પણ પોતાના સિમ્પલ લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં રાહુલ શ્રદ્ધા સાથે પડછાયાની જેમ દેખાતો હતો, બંનેને એકસાથે જોઈને દરેકના મનમાં સવાલ ઉઠ્યો કે રાહુલ મોદી કોણ છે, શ્રદ્ધા જેને ડેટ કરી રહી છે
રાહુલ મોદી એક ફિલ્મ લેખક છે, જે ઈન્ડસ્ટ્રી સાથે ગાઢ રીતે જોડાયેલા છે
IMDb અનુસાર, તેણે પ્યાર કા પંચનામા 2, સોનુ કે ટીટુ કી સ્વીટી અને તુ ઝૂથી મેં મક્કર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે
રાહુલ મોદી પહેલા શ્રદ્ધા ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠને ડેટ કરતી હતી, આ કપલનો સંબંધ લગભગ સાત વર્ષ સુધી ચાલ્યો, ત્યારબાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું
રોહન પછી તે અભિનેત્રી રાહુલ મોદી સાથે રિલેશનશિપમાં છે. જોકે, બંનેએ હજુ સુધી પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી