જ્યારે સચિનને એરપોર્ટ પર પહેલી નજરે અંજલિ સાથે થઈ ગયો પ્રેમ, જાણો બંનેની લવ સ્ટોરી
સચિને એરપોર્ટ પર અંજલિ પર માત્ર એક જ નજર નાખી અને પોતાનું દિલ આપ્યું.
સચિન તેંડુલકર અને અંજલિ 1990 માં એરપોર્ટ પર પ્રથમ વખત મળ્યા હતા, તે પછી બંને એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા, જ્યાંથી તેમની વચ્ચે વધુ વાતચીત શરૂ થઈ.
તે સમયે સચિન તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં હતો અને અંજલિ મેડિકલ પ્રેક્ટિસ કરી રહી હતી. સચિનને મળ્યા પછી અંજલિએ ક્રિકેટ વિશે વાંચવાનું અને સમજવાનું શરૂ કર્યું
બંનેએ એકબીજાને લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા હતા,
સચિન અને અંજલિના લગ્ન 24 મે, 1995ના રોજ થયા હતા
12 ઓક્ટોબર 1997ના રોજ, સચિન અને અંજલિને એક બાળકીનો જન્મ થયો, જેનું નામ સારા તેંડુલકર છે અને તેના બરાબર બે વર્ષ પછી, 24 સપ્ટેમ્બર 1999ના રોજ અર્જુન તેંડુલકરનો જન્મ થયો.
અંજલિ સચિન કરતાં 6 વર્ષ મોટી છે, પરંતુ ઉંમરના આ તફાવતને કારણે તેમના સંબંધોમાં ક્યારેય તિરાડ પડી નથી.
સચિન હંમેશા તેની કારકિર્દીની સફળતાનો શ્રેય તેની પત્ની અંજલિને આપે છે. તેણે પોતાની બાયોગ્રાફીમાં એ પણ જણાવ્યું છે કે કેવી રીતે અંજલિએ સચિનને તેના ઉતાર-ચઢાવમાં સાથ આપ્યો છે.