કોહલીની નવી ઉપલબ્ધિ,  IPLમાં આ રેકોર્ડ બનાવનારો દુનિયાનો એકમાત્ર ખેલાડી

વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામે IPL મેચમાં 55 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી.

કોહલીએ 46 બોલની ઈનિંગ્સમાં 5 ચોગ્ગા માર્યા હતા. દરમિયાન આ ઈનિંગ્સમાં તેણે ઘણા રેકોર્ડ્સ બનાવ્યા.

કોહલીએ દિલ્હી સામેની મેચમાં 12 રન બનાવીને IPLમાં પોતાના 7000 રન પૂરા કર્યા છે.

કોહલી IPLમાં 7000 રન બનાવનારો દુનિયાનો પ્રથમ બેટ્સમેન છે.

આ સાથે કોહલીએ IPLમાં અડધી સદીની ફિફ્ટી પણ પૂરી કરી. IPLમાં સૌથી વધુ ફિફ્ટી ડેવિડ વોર્નરે કરી છે.

કોહલીના નામે 233 IPL મેચમાં 7043 રન છે. દરમિયાન તેણે 5 સદી અને 50 અડધી સદી મારી છે.