u 3

ઉર્ફી જાવેદને આ શું થયું? ચહેરો જોઈને ફેન્સ ટેન્શનમાં

image
u 4

2015માં ટેલિવિઝન દુનિયામાં એન્ટ્રી કરનારી ઉર્ફીનું નામ આજે ઘણું લોકપ્રિય છે.

u 5

ઉર્ફી પોતાના યુનિક ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. આ કારણે તેને ઘણીવાર ટ્રોલ પણ કરવામાં આવી છે.

u

હાલમાં ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેને જોઈને લોકો પણ ડરી ગયા છે.

ઉર્ફીએ જે ફોટો શેર કર્યા છે, તેમાં તેનો ચહેરો અને હોઠ પર સોજો છે અને ચહેરા પર ઘણા નિશાન પણ છે.

કેપ્શનમાં ઉર્ફીએ લખ્યું છે, મારા ચહેરા પર ઘણી કોમેન્ટ મળી કે મેં ફિલર્સનો વધારે ઉપયોગ કર્યો છે. હકીકતમાં મને એલર્જી છે અને મારો ચહેરો સોજાયેલો રહે છે. હું દર બીજા દિવસે સોજા સાથે જાગું છું.

'મારી ઈમ્યુનોથેરાપી ચાલુ છે પરંતુ જો તમે મને સોજેલા ચહેરા સાથે જુઓ તો સમજો કે તે દિવસે હું એલર્જીમાં છું'

ઉર્ફીએ જણાવ્યું કે તેની ઈમ્યુનોથેરાપી ચાલી રહી છે, આ થેરાપી ઘાસ અને ઘરની ધૂળના કણ તથા મધમાખીના ઝેર જેવી વસ્તુથી થતી એલર્જીની ટ્રિટમેન્ટ છે.