ઉર્ફી જાવેદની પોલીસે કરી ધરપકડ? વાયરલ વીડિયોથી ઉઠ્યા સવાલો

ઉર્ફી જાવેદ અતરંગી કપડાને કારણે મુશ્કેલીઓ ફસાઈ છે, મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે.

ઉર્ફીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે એક મહિલા પોલીસકર્મી આવે છે અને તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે. 

જ્યારે અભિનેત્રી પોલીસકર્મીને પૂછે છે કે આખરે તેણે શું ગુનો કર્યો છે? ત્યારે પોલીસકર્મી કહે છે કે તેને જે વાત કરવી હોય તે પોલીસ સ્ટેશન જઈને કરે. 

ઉર્ફી જાવેદનો વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકો માટે આ વાત પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બન્યો છે.

તો કેટલાક યુઝર્સનું કહેવું છે કે આ બધું લાઈમલાઈટમાં રહેવા માટે ઉર્ફીનો જ ગેમ પ્લાન છે. અભિનેત્રી અને મહિલા પોલીસકર્મી નાટક કરી રહ્યા છે.

વાયરલ વીડિયો પર એક યુઝરે કહ્યું કે, 'ઓવરએક્ટિગના 50 રૂપિયા કાપી નાખો'

ઘણા યુઝર્સનું માનવું છે કે ઉર્ફી જાવેદ પ્રેન્ક કરી રહી છે. તો કેટલાક તેને સત્ય માની રહ્યા છે.

હવે આ વીડિયોનું સત્ય શું છે તે જાણી શકાયું નથી, પરંતુ  ઉર્ફી જાવેદને લઈને યુઝર્સ ચોક્કસ આશ્ચર્યમાં છે કે આ અચાનક શું થયું.

ફ્લોપ ફિલ્મોથી પરેશાન કંગના! દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવીને આશીર્વાદ માંગ્યા 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો