લક્ઝરી લાઈફથી દૂર ખેતરમાં ખેતી કરી રહી છે 29 વર્ષની એક્ટ્રેસ, એક્ટિંગ છોડી?

એક્ટ્રેસ કનિકા માનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, જેના કારણે તેણે એક્ટિંગ છોડી દીધાની અટકલો ચાલી રહી છે.

કનિકા પોતાની લક્ઝરી લાઈફથી દૂર ખેતરમાં કામ કરતા દેખાય છે, તેનો આ લૂક જોઈને ફેન્સ હેરાન છે.

કનિકાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખેતરમાં કામ કરતા, છોડ વાવતા દેખાય છે.

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, આવનારી કાલ હરી-ભરી રહે આથી વૃક્ષો વાવી રહી છું, આવો ધરતીની હરિયાળીને બચાવીએ.

જણાવી દઈએ કે એક્ટ્રેસ હકીકતમાં ખેતી નથી કરી રહી, પરંતુ વીડિયો તેના નવા સોન્ગના સેટનો છે.