36 વર્ષની ટીવી એક્ટ્રેસ રુબીના દિલૈકે નવેમ્બર 2023માં જોડિયા બાળકીઓને જન્મ આપ્યો હતો.
ડિલિવરીના થોડા સમય બાદ હવે રૂબીના ધીમે-ધીમે કામ પર પાછી આવી રહી છે અને પોતાના ટ્રાન્સફોર્મેશન પર ધ્યાન આપી રહી છે.
રુબીનાએ પોતાના નવા બ્લોગમાં જણાવ્યું કે તેણે ડિલિવરીના 55 દિવસની અંદર લગભગ 11 કિલો વજન ઉતારી લીધું છે.
એક્ટ્રેસે કહ્યું- ડિલિવરીના 55 દિવસ થઈ ગયા છે. મેં પોતાને પ્રોમિસ કર્યું હતું કે હું 3 મહિનાની અંદર કામ પર પાછી ફરીશ.
હું ડિલિવરી પહેલાના મારા જૂના ડ્રેસ સાથે રાખું છું અને તેમાં ફરીથી ફીટ થવા માટે આકરી મહેનત કરી રહી છું.
હજુ પણ મારું વજન થોડું વધુ છે, પરંતુ હું કોન્ફિડેન્ટ છું. બોડી શેપ કરતા મેં હેલ્ધી લાઈફસ્ટાઈલ પર વધુ ભાર આપ્યો છે.
ડોક્ટરનું કહેવું હતું કે જોડિયા બાળકો હોવાથી પેટની સાઈઝ વધી જવાથી કેટલાક મસલ્સ નોર્મલ કરવા મુશ્કેલ છે.