20 વર્ષથી બોયફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં છે એક્ટ્રેસ, આ કારણે નથી કરતા લગ્ન

'ક્યોકી... સાસ ભી કભી બહુ થી'થી જાણીતી બનેલી એક્ટ્રેસ અશ્લેષા સાવંત પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.

અશ્લેષા પોતાના પાર્ટનર અને ટીવી એક્ટર સંદીપ બસવાના સાથે છેલ્લા ઘણા વર્ષોથી રિલેશનશીપમાં છે.

ઘણા ઓછા લોકો જાણે છે કે અશ્લેષા અને સંદીપ છેલ્લા 20 વર્ષથી લિવ-ઈનમાં છે અને હજુ સુધી તેમણે લગ્ન નથી કર્યા.

બંને ઘણીવાર કહી ચૂક્યા છે કે, તેમણે ભલે લગ્ન નથી કર્યા, પરંતુ તેમનો સંબંધ પતિ-પત્નીના સંબંધથી ઓછો નથી.

સંદીપે લગ્ન ન કરવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, તે લગ્નની વિરુદ્ધ નથી પરંતુ બંને પ્રેમ રહેશે ત્યાં સુધી સાથે રહેવાનું પ્રોમિસ કર્યું છે.

'જ્યારે પ્રેમ ખતમ થઈ જશે તો એકબીજાની જિંદગીને કોઈ નુકસાન નહીં પહોંચાડે'. જોકે હાલમાં તેમણે લગ્ન વિશે વિચાર્યું નથી.