બોયફ્રેન્ડ જોડે લગ્ન કરશે 31 વર્ષની આ એક્ટ્રેસ, એક બાળકની માતા પણ બની ચુકી છે
@instagram/iamamyjackson
એક્ટ્રેસ અને મોડલ એમી જેક્શન વિદેશી બોય ફ્રેન્ડ એડ વેસ્ટવીક જોડે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.
ઇટાઈમ્સને આપેલ એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસ અને તેમનો બોયફ્રેન્ડ તેમના રિલેશનશીપ અને વેડિંગ પ્લાનર્સ પર ખૂલીને વાત કરી રહી છે.
એમીના ડ્રીમ મેન એડ વેસ્ટવિકે જણાવ્યું કે અભિનેત્રીને પ્રપોઝ કરનાર તે સૌપ્રથમ હતો. બંનેની પહેલી મુલાકાત ઈંગ્લેન્ડમાં રેસટ્રેક ખાતે એક ઈવેન્ટમાં થઈ હતી
પછી એડ વેસ્ટવિકે એમી જેક્સનને કોફી ડેટ માટે આમંત્રણ આપ્યું.
ઇન્ટરવ્યુમાં કપલને તેમના લગ્નના પ્લાન વિશે પણ પૂછવામાં આવ્યું હતું. લગ્નના સવાલ પર અભિનેત્રીના બોયફ્રેન્ડે કહ્યું- અમે બંને લગ્ન પણ કરવા માંગીએ છીએ. યોગ્ય સમય આવશે ત્યારે કરીશું.
એમી એ કહ્યું કે બંને લગ્ન માટે વિચારી રહીએ છીએ. અમે બંને એક બીજા સાથે ખૂબ જ ખુશ છીએ.
એમીએ જણાવ્યું કે તેમનો બોયફ્રેન્ડ એડ વેસ્ટવિકે તેમના ઇમોશન અને ફિલિંગને ખૂબ સારી રીતે સમજે છે.
એમી જેક્શનની વાત કરવામાં આવે તો તેમણે લગ્ન પહેલા જ વર્ષે 2019માં બાળકને જન્મ આપ્યો હતો. એક્ટ્રેસે મધર ડે ના દિવસે બોયફ્રેન્ડ જોર્જ પાનાયિટુ સાથે પોતાની પ્રેગ્નેન્સી જાહેર કરી હતી.
બાળકના જન્મ બાદ બંને લગ્ન કરવા મંગતા હતા. પરંતું માતા બન્યા બાદ બંનેનું બ્રેકઅપ થયું હતું અને અલગ થયું હતું. એક્ટ્રેસ હવે એડ વેસ્ટવિકને ડેટ કરી રહી છે.
એમી જેક્સનની વાત કરવામાં આવે તો તેમણે વર્ષ 2018માં રજનીકાંતની ફિલ્મ 2.0માં કામ કર્યું હતું. હિન્દી ફિલ્મ ઉપરાંત તે તમિલ-કન્નડ અને તેલુગુ ફિલ્મમાં કામ કરી ચુકી છે. હવે તે લંડનમાં રહે છે.