તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની રીટા રિપોર્ટર આત્મહત્યા કરવા માંગતી હતી, આ કારણે હતી ડિપ્રેશનમાં 

Arrow

લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'રીટા રિપોર્ટર'નું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજાએ પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમય વિશે વાત કરી.

Arrow

પ્રિયા એ  કહ્યું કે કોવિડના સમયમાં તે  ડિપ્રેશનનો શિકાર બની  હતી.  અને  તે સમયે તેનો પુત્ર ઘણો નાનો હતો, જેના કારણે તે ખૂબ જ ડરી ગઈ હતી.

Arrow

તે મુશ્કેલ સમયને યાદ કરતાં પ્રિયાએ કહ્યું- "જ્યારે પણ મને એ દિવસો યાદ આવે છે, ત્યારે હું ડરી જઉં છું. જ્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે મારો પુત્ર અરદાસ માત્ર થોડા મહિનાનો હતો."

Arrow

પ્રિયા કહે છે, "મને લાગ્યું કે થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે, પરંતુ અમારા પાડોશીને કોવિડ થઈ ગયો, જેના કારણે અમે ઘરની બહાર પણ નીકળી શક્યા નહીં."

Arrow

પ્રિયાએ કહ્યું- "થોડા દિવસો પછી મને પણ કોવિડ થયો અને મારા સ્વસ્થ થયા પછી, મારા પતિ માલવ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. તે સમયે મને લાગ્યું કે મારે આત્મહત્યા કરવી જોઈએ."

Arrow

"તે સમયે હું ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી અને આગળ જીવવા માંગતી ન હતી પરંતુ હું આત્મહત્યા પણ કરી શકી નહીં કારણ કે હું ડરી ગઇ હતી અને તે પણ ગુનો છે.

Arrow

"મારા પતિ માલવનો પ્રેમ એકમાત્ર કારણ હતું કે હું ડિપ્રેશનમાંથી બહાર આવી. તે સમયે મારા માટે મારા પુત્રની સામે ખુશ રહેવું ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે હું અંદરથી ખુશ નહોતી."

Arrow

"હું મારી ભાવનાઓને કાબૂમાં રાખવામાં અસમર્થ હતી, જેના કારણે હું ખૂબ જ નબળી પડી ગઈ હતી, પરંતુ મારા પતિએ મને ઘણો સાથ આપ્યો અને હું તે મુશ્કેલ તબક્કામાંથી બહાર આવી ગઈ."

Arrow

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયા આહુજા તાજેતરમાં ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મે માં જોવા મળી હતી.

Arrow