'તારક મહેતા...'ની સોનુએ ખરીદી નવી કાર, મમ્મીનું સપનું કર્યું પૂરું

ટીવીના લોકપ્રિય શો 'તારક મહેતા...'થી ઘણા કલાકારોને ઓળખ મળી છે. તેમાંથી એક એક્ટ્રેસ પલક સિંધવાની પણ છે.

પલક સિંધવાનીએ 'તારક મહેતા...'શોમાં સોનુનું પાત્ર ભજવીને ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. 

હાલમાં જ પલકે પોતાનો 26મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. બર્થડે પર એક્ટ્રેસે પોતાના માટે બ્રાન્ડ ન્યૂ કાર ખરીદી છે.

એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે શોરૂમમાં નવી કાર રિસીવ કરતા દેખાય છે.

નવી કાર ખરીદીને પલકના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. તેનો પરિવાર પણ ખૂબ ઉત્સાહિત જોવા મળ્યો.

નવી કાર ખરીદીને એક્ટ્રેસે પૂજા કરી અને શો રૂમમાં જ કેક કાપીને સેલિબ્રેશન કર્યું. પલકે કારમાં મમ્મીને પણ મુસાફરી કરાવી.

વીડિયોમાં પલક કહે છે, આ કાર વધુ મોંઘી નથી, પરંતુ સ્પેશ્યલ છે. મારી મમ્મીને રૂફ ટોપ કાર જોઈતી હતી અને પપ્પા પણ મોટી કાર ઈચ્છતા હતા.