મા બનવા જઈ રહી છે સ્વરા ભાસ્કર, લગ્નના 3 મહિના બાદ થઈ પ્રેગ્નન્ટ
બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી સ્વરા ભાસ્કર માતા બનવા જઈ રહી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને ખુશખબર આપી
સ્વરા ભાસ્કરે ફેબ્રુઆરી 2023માં બોયફ્રેન્ડ ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા.
સ્વરા ભાસ્કરે પતિ સાથે ત્રણ રોમેન્ટિક તસવીરો શેર કરીને પ્રેગ્નન્સીના સારા સમાચાર આપ્યા છે
સ્વરા ભાસ્કરે બેબી બમ્પના ફોટા સાથે કેપ્શનમાં લખ્યું- ક્યારેક તમારી બધી ઈચ્છાઓ એક સાથે પૂરી થઈ જાય છે. ધન્ય, આભારી અને નવી દુનિયામાં પગ મૂકવા માટે ઉત્સાહિત પણ.
સ્વરા અને ફહાદની વાત કરીએ તો ફેબ્રુઆરી 2023માં કોર્ટમાં લગ્ન કર્યા હતા . ત્યારબાદ , દંપતીએ માર્ચ 2023 માં ખૂબ ધામધૂમથી પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા.
લોકો સ્વરાને તેની પ્રેગ્નન્સી પોસ્ટ પર અભિનંદન આપવા લાગ્યા. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક આ કપલને ખાસ રીતે અભિનંદન આપી રહ્યા છે.