સુષ્મિતા સેને પૂર્વ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે કર્યું વર્કઆઉટ, આપી કિસ
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ઈન્ડસ્ટ્રીની સુપરફિટ અભિનેત્રીઓમાંની એક છે. તેના ફિટનેસ વીડિયો દ્વારા તે દરેકને ફિટ રહેવા માટે પ્રેરિત કરે છે.
સુષ્મિતા સેને ફરી એકવાર વર્કઆઉટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં તે એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ અને દીકરી અલીશા સાથે વર્કઆઉટ કરતી જોવા મળે છે.
વીડિયો શેર કરતા તેણે લખ્યું છે કે, 36 દિવસ વીતી ગયા છે. મને પરવાનગી મળી ગઈ છે. ટૂંક સમયમાં જ હું આર્યના શૂટિંગ માટે જયપુર જવા રવાના થઈ રહી છું
આ લોકો મારી ખૂબ જ નજીક છે, જેઓ મને સપોર્ટ કરી રહ્યા છે અલીશા અને રોહમનને ઘણી બધી કિસ, હું તમને ખૂબ પ્રેમ કરું છું.
ગયા વર્ષે સુષ્મિતા સેને રોહમનથી અલગ થવાની જાહેરાત કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ સારા મિત્રો રહેશે.
સુષ્મિતા સેન જ્યારે પણ મુશ્કેલીમાં હોય છે. રોહમન શાલ પડછાયાની જેમ તેની સાથે ચાલતો જોવા મળે છે.