પિતા સુગર મિલમાં કામદાર, અકસ્માતમાં માતાનું નિધન; આવી રહી IAS અંકિતા ચૌધરીની સફર

IAS અંકિતા ચૌધરી હરિયાણાના રોહતક જિલ્લાના રહેવાસી છે.

અંકિતા ચૌધરીના પિતા સુગર મિલમાં એકાઉન્ટન્ટ છે. તેમની માતા ગૃહિણી હતા.

અંકિતા ચૌધરીએ પ્રારંભિક શિક્ષણ રોહતકની ઈન્ડસ પબ્લિક સ્કૂલમાંથી લીધું હતું.

ધોરણ 12 પછી તેમણે હિન્દુ કોલેજ, દિલ્હીમાંથી રસાયણશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું.

IIT દિલ્હીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી, તેઓ સંપૂર્ણપણે UPSC પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હતા.

તેમના ગ્રેજ્યુએશન દરમિયાન તેમણે સિવિલ સર્વિસમાં જોડાવાનું મન બનાવી લીધું હતું

તૈયારી દરમિયાન જ તેમની માતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેથી તેઓ આઘાતમાં આવી ગયા હતા. પછી તેમના પિતાએ તેમને પ્રોત્સાહન આપ્યું.

અંકિતા ચૌધરીએ 2018માં UPSC પરીક્ષાના બીજા પ્રયાસમાં 14મો રેન્ક મેળવ્યો હતો.

કટિંગ એડ્જ ટેકનોલોજી... જબરજસ્ત ફીચર્સ! સામે આવી નવી 'Creta' 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો