24 વર્ષની ઉંમરે 2 વખત ક્રેક કરી UPSC, કોણ છે આ હોનહાર મહિલા IAS?

IAS એશ્વર્યા રામનાથનઃ એશ્વર્યા રામનાથને 24 વર્ષની ઉંમરે 2019માં UPSC પરીક્ષા 47મા રેન્કની સાથે ક્લિયર કરી હતી.

અશ્વર્યા રામનાથન તમિલનાડુના તિરુવલ્લુરના પાન્નેરીના SDM છે.

ઐશ્વર્યાએ પહેલા પ્રયાસમાં જ UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં 630મો રેન્ક મેળવ્યો હતો. તેમને રેલવે એકાઉન્ટ્સ સર્વિસ મળી હતી.

તેમનું સપનું IAS ઓફિસર બનવાનું હતું. 2019માં તેઓએ બીજીવાર UPSC પરીક્ષાાં ક્રેક કરી અને  47મો રેન્ક મેળવીને IAS બન્યા.

ઐશ્વર્યાએ વર્ષ 2017માં ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.

તેમણે તેમના કોલેજકાળ દરમિયાન જ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી.

તેમની માતાએ હંમેશા તેમને IAS બનવાની પ્રેરણા આપી અને હંમેશા તેમને સપોર્ટ કર્યો.

ઐશ્વર્યા રામનાથન ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. અહીં તેઓ પોતાની તસવીરો શેર કરતા રહે છે.

કોણ છે રામ મંદિરના મુખ્ય પૂજારી? 31 વર્ષથી સેવામાં છે, એક સમયે રૂ.100 પગાર હતો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો