6 MAR 2024
Credit: INSTA
સાઉથની સુપરસ્ટાર લેડી નયનથારા અને ડિરેક્ટર વિગ્નેશ શિવનનું લગ્ન જીવન મુશ્કેલીમાં છે આવી વાતો ચાલી રહી છે
તાજેતરમાં એવી અફવા અમે આવી હતી કે નયનતારાએ તેના પતિ વિગ્નેશ શિવનને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને દંપતી વચ્ચે બધુ બરાબર નથી
આ સમાચારે ચાહકોને પરેશાન કરી દીધા હતા અને નયનથારા કે વિગ્નેશે આ સમાચાર પર કોઈ નિવેદન આપ્યું નથી
પરંતુ હવે આ કપલના નજીકના મિત્રએ જાણકારી આપી અને આ અફવાને ખોટી ગણાવી છે
સૂત્રો અનુસાર, દંપતી વચ્ચે કોઈ અણબનાવ નથી, બંને પોતાના જીવનમાં ખૂબ જ ખુશ છે અને એકબીજા સાથે રહે છે
સૂત્રોએ કહ્યું કે, નયનથારા અને વિગ્નેશ કોઈ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં નથી
નયનથારા-વિગ્નેશ તેમના બાળકો સાથે વિતાવેલી દરેક ક્ષણનો આનંદ માણી રહ્યાં છે, જેમણે તેમને ઘણી રીતે નજીક લાવ્યા છે.
નયનથારા અને વિગ્નેશના 2016માં કોર્ટ મેરેજ થયા હતા, ત્યારબાદ જૂન 2022માં રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.