'જવાન'ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય
@Instagram
સાઉથ સિનેમાની જાણીતી એક્ટ્રેસ કીર્તિ સુરેશ ગત દિવસોથી પોતાના લગ્નની ચર્ચાઓને લઈને છવાઈ ગઈ છે.
એવા રિપોર્ટ્સ હતા કે કીર્તિ સુરેશ 'જવાન' ફિલ્મના મ્યૂઝિક ડાયરેક્ટર અનિરુદ્ધ રવિચંદર જોડે લગ્ન કરી તેની હમસફર બનવાની છે.
લગ્નની વાતો પર હવે એક્ટ્રેસના પિતા અને પ્રોડ્યુસર-એક્ટર જી-સુરેશ કુમારે રિએક્ટ કર્યું છે.
સુરેશ કુમારે OTTplay સાથેની વાતચીતમાં કહ્યું કે આ અહેવાલોમાં બિલકુલ પણ સત્ય નથી.
તેમણે કહ્યું કે પહેલીવાર નથી કે, જ્યારે કીર્તિ અને અનિરુદ્ધને લઈને આવી વાતો સામે આવી હોય. આ પહેલા પણ તેમના લિંકઅપને લઈને ફેક રિપોર્ટ્સ વાયરલ થઈ ચુક્યા છે.
કીર્તિ સુરેશે પણ પોતાના લગ્નની વાતોને ખારીજ કરી દીધી છે. તેણે ટાઈમ્સ નાઉ સાથેની વાતમાં કહ્યું, આ ખોટા સમાચાર છે. અનિરુદ્ધ મારા મિત્ર છે.
આપને જણાવી દઈએ કે કીર્તિ અને અનિરુદ્ધે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમણે રેમો, થાના સેરંધા કૂટમ, અગ્ન્યાથવાસી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
અનિરુદ્ધથી પહેલા કીર્તિ દુબઈ બેસ્ડ બિઝનેસમેન સાથે લગ્ન કરવાની હોવાની પણ વાતો સામે આવી ચુકી છે.
બંનેની સાથે હોય તેવી તસવીરો વાયરલ થઈ ચુકી છે. જોકે કીર્તિએ તેમને પણ પોતાના મિત્ર કહ્યા હતા.
શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું...