8 વર્ષ મોટા સિંગરને ડેટ કરી રહી છે શ્રીદેવીની દીકરી, ખુશી કપૂરને મળ્યો 'સપનાનો રાજકુમાર'?

બોની કપૂર અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર જલ્દી જ ફિલ્મ 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કરી રહી છે.

પરંતુ ડેબ્યૂ પહેલા જ ખુશી કપૂર પોતાના રિલેશનશીપ સ્ટેટસને લઈને ચર્ચામાં આવી છે.

ખુશી કપૂરનું નામ ફેમસ પંજાબી સિંગર એપી ઢિલ્લો સાથે જોડવામાં આવી રહ્યું છે. 

ખબર છે કે 22 વર્ષની ખુશી કપૂર 30 વર્ષના સિંગર એપી ઢિલ્લોને ડેટ કરી રહી છે.

એપી ઢિલ્લોએ શિંદા કાહલો સાથે પોતાના નવા ગીત 'ટ્રૂ સ્ટોરીઝ'ના લિરિક્સમાં ખુશી કપૂરના નામનો ઉલ્લેખ કર્યો છે.

ગીતમાં એપી ઢિલ્લો કહે છે, 'જદો હસ્સે તન લાગે તુ ખુશી કપૂર.' જેનો મતબલ થાય છે, તમે હસો છો ત્યારે ખુશી કપૂર જેવી દેખાય છે.