વર્કઆઉટ બાદ શિલ્પા શેટ્ટી માટે ચાલવું પણ મુશ્કેલ થયું, ટ્રોલ બોલ્યા- ઘરડી થવા લાગી

ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી ખુદને શેપમાં રાખવા ખુબ પરસેવો પાડે છે, એક્ટ્રેસ ક્યારેય વર્કઆઉટ મિસ કરતી નથી.

શિલ્પા વર્કઆઉટ વીડિયોથી ફેન્સને ઈન્સ્પાયર કરે છે, હાલમાં એક્ટ્રેસે એક વીડિયો શેર કર્યો છે.

લેટેસ્ટ વીડિયોમાં શિલ્પા જિમમાં એટલું વર્ક આઉટ કરે છે કે થાકના કારણે ચાલી પણ શકતી નથી.

વીડિયોના કેપ્શનમાં શિલ્પા લખે છે, હેવી લેગ ડે બાદ હું આ રીતે જિમમાંથી ઢસડાઈને જિમની બહાર નીકળું છું.

કેટલાક ટ્રોલ્સે આના પર કહ્યું કે, ઓવરએક્ટિંગની જરૂર નથી. શિલ્પા શેટ્ટી હવે ઘરડી થવા લાગી છે.