શિલ્પા શેટ્ટીનો 11 વર્ષનો દીકરો છે બિઝનેસ મેન, બૂટ વેચીને કમાય છે લાખો રૂપિયા

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનો પુત્ર વિયાન તેના માતા-પિતા જેટલો જ સ્માર્ટ છે અને તેણે નાની ઉંમરમાં જ બિઝનેસ કરવાનું શરૂ કરી દીધું છે.

શિલ્પા શેટ્ટીનો પુત્ર વિયાન અત્યારે 11 વર્ષનો છે અને 10 વર્ષની ઉંમરે જ પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો હતો. તે કસ્ટમાઈઝ્ડ શૂઝ બનાવે છે.

વિયાન રાજના બિઝનેસ વેન્ચરનું નામ VRKICKS છે અને આ બિઝનેસ સ્ટાર્ટ-અપનો આઈડિયા વિયાનનો પોતાનો જ હતો.

શિલ્પા શેટ્ટીએ વિયાનના બિઝનેસની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેના કોન્સેપ્ટથી લઈને ડિઝાઈન અને વીડિયોને વિયાને પોતે જ બનાવ્યો હતો.

વિયાન દ્વારા ડિઝાઈન કરાયેલા શૂઝની કિંમત 4999 રૂપિયા છે. તે આ બિઝનેસથી લાખોની કમાણી કરે છે.

વિયાન માત્ર શૂઝ જ ડિઝાઈન નથી કરતો, પરંતુ બેગ અને અન્ય વસ્તુઓ પણ કસ્ટમાઈઝ કરીને બનાવે છે.

વિયાન ઈન્સ્ટાગ્રામ પર પોપ્યુલર સ્ટારકિડ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 29.3k ફોલોઅર્સ છે. ભારતીસિંહ અને ટાઈગર શ્રોફ પણ તેને ફોલો કરે છે.

વિયાન અભિનેતા ટાઈગર શ્રોફનો મોટો ફેન છે અને તેમની જેમ તેને માર્શલ આર્ટ્સ અને જિમ્નેસ્ટિક્સ પસંદ છે.

વિયાન એક્શનમાં પણ માહેર છે. તે બેક ફ્લિપથી લઈને, ફુલ સ્પ્લિટ અને વન હેડ કાર્ટ વ્હીલ સુધી કરી લે છે.

'કેપ્ટન કુલ' થી 'હિટમેન'....આ ભારતીય ક્રિકેટરો 'લાડલી'ના પિતા

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો