શહનાઝ ગિલને ખોટા યોગ કરવાના કારણે હોસ્પિટલ જવું પડ્યું હતું, ડોક્ટર્સે આપી ચેતવણી

શહનાઝ ગિલ બિગ બોસ બાદ ખૂબ ફેમસ થઈ ગઈ છે. તેણે પોતાના ટ્રાન્સફોર્મેશનથી સૌ કોઈને ચોંકાવી દીધા છે.

હાલમાં શહનાઝે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, ડોક્ટર્સે તેને એક પ્રકારનું યોગાસન કરવાની ના પાડી છે.

શહનાઝે શિલ્પા શેટ્ટી કુંદ્રા સામે યોગ કરતા સમયે થઈ ગયેલી પોતાની ભૂલની વાતને સ્વીકારી હતી. 

શહનાઝે ખુલાસો કર્યો કે વીડિયો કોલ પર પોતાના દાદા-દાદી સાથે યોગ કરતા સમયે તેના કરોડરજ્જૂની C3 અને C5 સ્પાઈન કોર્ડને ઈજા પહોંચી.

શહનાઝે કહ્યું- હું બેડ પર હલાસન યોગ કરી રહી હતી, ત્યારે જ મારી ગરદન પાછળથી અવાજ આવ્યો, મેં વિચાર્યું C3, C5 હલી ગયા કે શું?

હલાસનના ઘણા હેલ્થ બેનેફિટ છે, પરંતુ અસ્થમા અને બ્લડ પ્રેશરના દર્દીઓને આ આસન ન કરવાની સલાહ અપાય છે.

રાહુ-કેતુનું થયું ગોચર, આ એક રાશિ પર 1 મહિનો રહેશો સૌથી વધુ અસર 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો