અમદાવાદમાં તબિયત લથડી છતાં 'ખાસ' ફેનને મળવાનું ન ચૂક્યો શાહરૂખ, વીડિયો વાઈરલ

શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગખાન એમ જ નથી કહેવાતો. તે પોતાના અનોખા અંદાજથી હંમેશા ફેન્સનું દિલ જીતે છે.

આવું જ કંઈક હાલમાં થતું જોવા મળ્યું, જ્યારે મેચ બાદ શાહરૂખ પોતાના ખાસ ફેનને મળવા માટે રોકાયો.

શાહરૂખ વ્હીલચેર પર બેઠેલા પોતાના ફેન સાથે હાથ મિલાવ્યો, ગળે લાગ્યો અને તેના હાલચાલ પણ પૂછ્યા.

શાહરૂખનો આ વીડિયો તે દિવસનો જણાવાય છે જ્યારે અમદાવાદમાં મેચ બાદ તેની તબિયત લથડી હતી.

શાહરૂખનો આવું વર્તન જોઈને ફેન્સ પણ તેને રિયલ કિંગ કહી રહ્યા છે.

શાહરૂખની તબિયત ગરમી લાગતા ખરાબ થઈ હતી, આથી તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.