13 MAR 2024
Credit: Instagram
બોલીવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર હાલ એક વીડિયોના કારણે ટ્રોલ થઈ રહી છે
વીડિયોમાં જોવા મળે છે કે મીરા કપૂર જરૂરિયાત મંદ ગરીબ બાળકોને ઇગ્નોર કરી રહી છે
આ વિડીયો વાયરલ થતા મીરા કપૂર ટ્રોલ થઈ રહી છે જોકે હજુ સુધી મીરા કપૂરનું કોઈ રીએક્શન સામે આવ્યું નથી
વિડીયોમાં તે પોતાની કારમાંથી નીકળી કોઈ જગ્યાએ જતી જોવા મળે છે ત્યારે બે બાળકો મીરા કપૂર આગળ હાથ લંબાવીને મદદ માટે કહેવા લાગે છે
પરંતુ મીરા કપૂર બંને સામે જોતી પણ નથી અને તેમને ઇગ્નોર કરીને આગળ નીકળી જાય છે
સાથે જ સિક્યુરિટી ગાર્ડ બાળકોને મીરા કપૂર પાસે જવાથી રોકી દે છે
આ જોઈને પણ મીરા કપૂર ગાર્ડને રોકતી પણ નથી
આ વિડીયો જોઈને લોકો મીરા કપૂરને ઘમંડી કહી રહ્યા છે, લોકો વિડીયો પર કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે મીરા કપૂર જરૂરિયાતમંદ બાળકોને ઇગ્નોર કરી રહી છે