શાહિદ કપૂરે ખરીદી સૌથી મોંઘી મર્સિડિસ કાર, બંગલાથી પણ મોંઘી છે કિંમત

શાહિદ કપૂરના કાર કલેક્શનમાં હવે એક લક્ઝુરિયસ અને ખૂબ જ કિંમતી કાર સામેલ થઈ ગઈ છે.

એક્ટરે હાલમાં જ નવી બ્લેક મર્સિડિસ મેબૈક GLS 600 કાર ખરીદી છે. જેની ફોટો મર્સિડિસ ઈન્ડિયાએ શેર કરી છે.

શાહિદ અને મીરા પોતાની નવી બ્લેક કાર સાથે પોઝ આપતા પણ તસવીરમાં દેખાય છે.

કંપની તરફથી પોસ્ટમાં લખાયું છે- આ માત્ર શાનદાર એડિશન જ નથી, પરંતુ તેમની ડેવલપ્ડ થતી લક્ઝરી સ્ટોરીનું દર્પણ છે.

શાહિદની આ શાનદાર કારની કિંમત 3.5 કરોડ રૂપિયા છે. આ કિંમતમાં આલિશાન બંગલો ખરીદી શકાય છે.

શાહિદ કપૂર પહેલા રણવીર સિંહ, અર્જુન કપૂર, કૃતિ સેનન, આયુષ્માન ખુરાના અને નીતૂ કપૂર પાસે પણ મર્સિડિસ મેબૈક GLS 600 કાર છે.

શાહિદના ગેરેજમાં દોઢ કરોડની Jaguar XKR Sથી લઈને 3 કરોડની મર્સિડિસ બેન્જ જેવી કાર પણ છે.

IPL 2024: આ હશે તમામ 10 ટીમોના નવા કેપ્ટન 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો