શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે.

Arrow

@instagram

ગણેશ ચતુર્થીના પ્રસંગે બોલીવુડ સ્ટાર્સે ગણપતિ બપ્પાનું ઘરે સ્વાગત કર્યું છે. તેવામાં કિંગ ખાન પણ બાકી નથી.

Arrow

શાહરુખે પોતાના ઘરે ગણપતિની સુંદર મૂર્તિ વિરાજમાન કરી છે. તેમાં ગણપતિનું મોહક રૂપ જોતા કિંગ ખાને ક્લિક કરીને ફોટો શેર કર્યો છે.

Arrow

સાથે જ શાહરુખે લખ્યું છે કે, 'ઘરમાં તમારું સ્વાગત છે ગણપતિ બપ્પાજી. તમને અને તમારા પરિવારને ખુબ શુભકામનાઓ. ભગવાન ગણેશ આપને આશીર્વાદ, ખુશી, સદબુદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને ખુબ માત્રામમાં મોદક ખાવાની તક આપે'

Arrow

શાહરુખની આ પોસ્ટે ફેંસનું દિલ ખુશ કરી દીધું. યૂઝર્સે તેને અસલી ભારતીય અને ધર્મનિરપેક્ષતાની મૂર્તિ કહી દીધો. એક યૂઝરે કહ્યું, ધર્મએ અલગ કર્યા શાહરુખ ખાને અમને મિલાવ્યા

Arrow

અન્ય એક યુઝરે કહ્યું, 'હવે કરો ભાઈને બોયકોટ. ક્યાં ગયા ગેંગવાળા મેમ્બર?' અન્યએ લખ્યું 'શાહરુખ ખાનમાં સંપૂર્ણ ભારત છે.'

Arrow

ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો