નવેમ્બરમાં રિલીઝ થશે સીમા હૈદરની પહેલી ફિલ્મ, આ પાત્રમાં જોવા મળશે

સીમા હૈદરની પહેલી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, JANI FIREFOX પ્રોડક્શન હાઉસના અમિત જાનીએ તેની જાહેરાત કરી છે.

અમિતે જણાવ્યું કે, સીમા હૈદરને તેમણે પોતાની ફિલ્મ 'A Tailor Murder Story' માટે રોલ ઓફર કર્યો છે.

આ ફિલ્મમાં સીમા હૈદર RAW એજન્ટનું પાત્ર ભજવતી જોવા મળશે. 

આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે અને પછી નવેમ્બર મહિનામાં ફિલ્મ રિલીઝ થશે.

ફિલ્મની સ્ટોરી રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલ હત્યાકાંડ પર આધારિત છે અને સીમાએ એક્ટિંગ માટે હા પાડી દીધી છે.