સારા તેંડુલકર કે સારા અલી ખાન, કોણ છે શુભમન ગિલની લેડી લવ? ખુલ્યું રહસ્ય!

કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં આ વખતે બોલિવૂડની ડીવા સારા અલી ખાન અને અનન્યા પાંડે દેખાશે.

સારા અને અનન્યાએ કરણના કોફી કાઉચ પર પોતાની લવ લાઈફને લઈને સિક્રેટ્સ જણાવ્યા અને ફેન્સની એક્સાઈટમેન્ટ વધારી દીધી.

સારાએ શોમાં ઈશારા-ઈશારામાં કન્ફર્મ કરી દીધું કે તે ક્રિકેટર શુભમન ગિલને ડેટ નથી કરી રહી, પણ બીજી સારા તેની લેડી લવ છે.

હકીકતમાં સારા અલી ખાનનું નામ ઘણીવાર શુભમન ગિલ સાથે જોડાયું છે. એવામાં કરણ જોહરે તેને રિલેશનશિપ સ્ટેટસ વિશે પૂછ્યું.

કરણ શોમાં સારાને પૂછે છે કે, તમને લઈને એવી અફવા છે કે તમે અને શુભમન ડેટ કરી રહ્યા છો. તેના પર હસતાં-હસતાં સારાએ કહ્યું-નો...નો...નો.

સારા મસ્તીભર્યા અંદાજમાં ઈશારા-ઈશારામાં કહે છે, તમે ભૂલથી ખોટી સારા સમજી લીધી. આખી દુનિયા ખોટી સારા પાછળ પડી છે.

રાહુ-કેતુનું થયું ગોચર, આ એક રાશિ પર 1 મહિનો રહેશો સૌથી વધુ અસર 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો