Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું..
@Instagram
સાઉથ ઈંડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ સાઈ પલ્લવી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. હાલમાં તેની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી, જેમાં તે ડાયરેક્ટર Rajkumar Periasamy સાથે હતી.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં સાઈ પલ્લવી અને રાજકુમારને ગળામાં ફૂલોની માળા નાખેલા જોવાયા હતા, બંનેના ચહેરા પર સ્મિત હતું.
આ તસવીરના સામે આવતા જ એક્ટ્રેસ અને ડાયરેક્ટરને લોકો શુભેચ્છાઓ આપવા લાગ્યા હતા. કહેવાયું હતું કે સીક્રેટ મેરેજ કરી લીધા.
31 વર્ષની સાઈ પલ્લવીએ આ અંગે કહ્યું કે આ ખોટી માહિતી છે, આવી અફવા ફેલાવાથી તે બિલકુલ ખુશ નથી.
પલ્લવીએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'ઈમાનદારીથી કહું ત મને અફવાઓથી ફર્ક નથી પડતો. પણ આ જો પરિવાર સમાન મિત્રો અંગે હોય તો મારે બોલવું જ પડશે'
'મારી ફિલ્મની પૂજા સેરેમનીથી એક ફોટો જાણીજોઈને ક્રોપ કરાઈ હતી અને પછી તેને વાયરલ કરાઈ, તેની પાછળ પેડ બોટ્સ અને ભદ્દી વિચારધારા હતી.'
'જ્યારે મારા કામને લઈને સારી માહિતી શેર કરી રહી છું, તો કેટલાક બેરોજગારોના ફાલતુ કામ પર સફાઈ આપવામાં દુઃખ થાય છે.'
તેણે અંતમાં લખ્યું, 'કોઈને એમ જ અપમાનીત કરવા ખુબ જ ખોટી વાત છે.' આ સાથે સાંઈએ રાજકુમાર સાથે સંબંધો મિત્રતાથી આગળ નથી તેવી સ્પષ્ટતા કરી છે.
વાયરલ તસવીરની વાત કરીએ તો પલ્લવવીની નવી ફિલ્મ SK21ની મુહૂર્ત પૂજા પર લેવાઈ હતી. જે ફિલ્મ દેશભક્તિ પર આધારિત હશે.
સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ