જાડેજાનું 'દિલ' વેસ્ટઈન્ડિઝમાં કોને યાદ કરીને ધડક્યું? પોસ્ટ વાઈરલ

રવિન્દ્ર જાડેજા હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે. તેણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે, જે વાઈરલ થઈ રહી છે.

જાડેજાએ લખ્યું- હું તમારી રાહ જોઈ રહ્યો છું, જલ્દી મળીએ. તેની આ પોસ્ટ પર ફેન્સ પણ સવાલ કરી રહ્યા છે.

જાડેજાએ પોતાની પોસ્ટમાં હાર્ટ શેપની ઈમોજી પણ મૂકી છે, જે બાદ ફેન્સે સવાલોનો વરસાદ કરી નાખ્યો છે.

સર જાડેજાએ ટેસ્ટ બાદ વન-ડેમાં પણ પોતાની કમાલ બતાવી છે અને વિન્ડિઝ સામેની મેચમાં પણ 3 વિકેટ અને અણનમ 16 રન કર્યા.

જાડેજાની પોસ્ટ બાદ ફેન્સ કહી રહ્યા છે કે તેમને પત્ની રિવાબાની યાદ આવી રહી છે.