વાહ! શું સ્વેગ છે... રાહુલ ગાંધીએ લદ્દાખના રસ્તાઓ પર દોડાવી બાઈક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં લદ્દાખના પ્રવાસ પર છે.

શનિવારે તેઓ પેંગોગ લેક પહોંચ્યા હતા, આ દરમિયાન તેમણે બાઈક રાઈડિંગની મજા માણી હતી.

સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની બાઈક રાઈડિંગ કરતી તસવીરો હવે વાઈરલ થઈ રહી છે.

આ તસવીરમાં રાહુલ ગાંધી KTM બાઈક ચલાવતા જોવા મળી રહ્યા છે, અને તેમણે હેલ્મેટ પણ પહેર્યું છે.

રાહુલ ગાંધીએ બાઈક રાઈડિંગના ફોટો સાથે કેપ્શનમાં પિતા રાજીવ ગાંધીને યાદ કર્યા હતા.