'એવી રામાયણ 50 વર્ષ સુધી નહીં બની શકે', આદિપુરુષ વિવાદ પર રામાનંદ સાગરના પુત્ર

પ્રભાસ અને કૃતિ સેનની ફિલ્મ આદિપુરુષ 16 જૂને રિલીઝ થતા જ વિવાદમાં સપડાઈ છે.

ફિલ્મ રિલીઝ બાદ રામાનંદ સાગરના દીકરા પ્રેમ સાગરે વીડિયો શેર કરીને 'રામાયણ' પર પોતાના દિલની વાત કરી છે.

તેમણે કહ્યું, પપ્પાનો જન્મ રામાયણ બનાવવા માટે જ થયો હતો. રામાયણને ફરીથી લખવા તેમને ઘરતી પર મોકલાયા હતા.

વાલ્મિકીજીએ તેને છંદોમાં લખી હતી, તુલસીદાસે અવધ ભાષામાં લખી અને પપ્પાએ તેને ઈલેક્ટ્રોનિક યુગમાં લખી હતી.

રામાનંદ સાગરની રામાયણ એક મહાકાવ્ય હતું, જેને દુનિયાએ અનુભવ કર્યો. તેને લોકોના દિલમાંથી ક્યારેય નહીં કાઢી શકાય.

રામાનંદ સાગરે પ્રેમ સાગરને કહ્યું હતું, રામાયણ એવા લેવલ પર રહેશે આવી રામાયણ 50 વર્ષો સુધી નહીં બની શકે