મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ બિગ બોસ ઓટીટી 2માં પોતાની દબંગ અને બિંદાસ્ત પર્સનાલિટીથી ફેંસનું દિલ જીતી રહી છે.
પૂજા ભટ્ટ સોમાં ઘણીવાર પોતાના પરિવાર, ખાસ કરીને પિતાનો ઉલ્લેખ કરતી નજરે પડે છે. હવે ગત દિવસોમાં એક ટાસ્કમાં પૂજા ભટ્ટે પોતાના દિલનો હાલ વ્યક્ત કર્યો.
બિગ બોસે તમામ ઘરનાઓને એક ટાસ્ક આપ્યો હતો, જેમાં તેમને સ્નેક્સ ખાતા ઘરવાળાઓને લઈને પોતાનું મંતવ્ય ખુલીને કહેવાનું હતું.
બિગ બોસે પૂજા ભટ્ટ અને અભિષેકને એક ટાસ્ક માટે બોલાવ્યા. ઘરવાળાઓના અંગે વાત કરતા અભિષેકે ખુલાસો કર્યો કે વીકેંડ કા વાર એપિસોડ પછી તે પોતાની ફેમિલીને યાદ કરી રડ્યો.
અભિષેકની આ વાત પર પૂતા ભટ્ટે પોતાનું દર્દ કહ્યું. તેણે કહ્યું- આપણે બધા પોતાની ફેમિલીને મિસ કરી રહ્યા છીએ અને આપણી કોઈને કોઈ રાહ જોઈ રહ્યું છે.
પૂજા બોલી- પણ હું સિંગલ મહિલા છું અને ઘર ચલાવવા માટે મારું કોઈ નથી. પૂજાએ એવું પણ કહ્યું કે તે પિતા મહેશ ભટ્ટને યાદ કરી રહી છે.
પૂજાએ કહ્યું કે, તેના માટે લોકોનું મંતવ્ય મહત્વનું નથી. તે ફક્ત તે જ વાત પર ધ્યાન આપે છે જે તેના પિતા કહે છે.
પૂજા ભટ્ટ બિગ બોસ ઓટીટીની સૌથી દમદાર કંટેસ્ટન્ટ્સમાં શામેલ છે. તે ફ્રંટ ફૂટ પર બેબાકીથી ગેમ રમી રહી છે.
પૂજા ભટ્ટની પર્સનલ લાઈની વાત કરીએ તો એક રેસ્ટોરાંના માલિક અને વીડિયો જોકી મનીષ માખીજા સાથે લગ્ન કર્યા હતા પણ 11 વર્ષ પછી તેઓ અલગ થઈ ગયા.