સાસુમા સામે નતમસ્તક થયા રાઘવ ચઢ્ઢા, લગ્ન પહેલા હાર્યા હતા મેચ

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન બંને પરિવારો માટે કોઈ મોટા તહેવારથી ઓછા નહોતા.

કપલના લગ્નમાં ઘણા દિવસો સુધી જશ્ન ચાલ્યું, જેમાં હલ્દી-સંગીત સેરેમની સાથે કેટલીક ગેમ્સ રમાઈ હતી.

રાઘવ-પરિણીતિના લગ્નમાં ક્રિકેટ મેચથી લઈને લીંબુ-ચમચી સુધીની ઘણી ગેમ્સ રમાઈ હતી.

બધી ગેમ્સમાં પરિણીતિ અને રાઘવનો પરિવાર આમને સામને હતો. પરિણીતિએ લગ્ન બાદ ગેમ્સનો એક વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં જમાઈ રાઘવ ચઢ્ઢાની ઓવરમાં પરિણીતિની માતા છગ્ગા-ચોગ્ગા મારે છે, જે બાદ રાઘવ તેમની સામે માથુ નમાવે છે.

પરિણીતિની ટીમે મેદાનમાં દુલ્હેરાજા રાઘવ ચઢ્ઢાની ટીમને હરાવી દીધી હતી.

ICC ODI World Cup 2023: વર્લ્ડકપમાં છેલ્લીવાર દેખાશે આ 6 ખેલાડી, 3 ભારતીય 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો