નાના વાળ, ગંદો ચહેરો, PAKની પોપ્યુલર એક્ટ્રેસનો કેવી રીતે થયો આવો હાલ?
@instagram
પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી સોન્યા હુસૈન ફેન્સને કોઈને કોઈ રીતે સરપ્રાઈઝ કરતી રહી છે.
ક્યારેક તે પોતાની સુંદરતાથી તો ક્યારેક પોતાના કામથી આશ્ચર્ય પમાડે છે.
હવે એક્ટ્રેસે ઈંસ્ટાગ્રામ પર નવી તસવીરો શેર કરી છે, જેમાં તેનો ચહેરો બગડેલો નજરે પડે છે.
લેટેસ્ટ તસવીરોમાં તે ટૉમબૉય લૂકમાં દેખાઈ રહી છે. તેણે બ્લેક ટ્રેક સૂટ પહેર્યું છે. કાનમાં સિગારેટ લગાવી છે.
જે સોન્યાના ચહેરા પર ચમક દેખાતી હતી તે હવે બેહદ ડલ નજરે પડી રહી છે.
ચહેરા પર ગંદકી અને દાગ દેખાઈ રહ્યા છે. એક્ટ્રેસની આ ફોટો જોયા પછી ફેન્સ ઘણા પરેશાન નજરે પડ્યા છે.
કમેન્ટ સેકશનમાં દરેક જાણવા માગી રહ્યું છે કે આખરે તેને શું થયું છે.
તેની આ હાલત કેવી રીતે થઈ અને એવું શું થયું કે તેની કંડીશન આટલી ખરાબ થઈ ગઈ છે.
જોકે ચિંતા કરવા જેવી વાત નથી. તમારી ફેવરેટ એક્ટ્રેસ એકદમ ઠીક છે. આ તેના નવા પ્રોજેક્ટ Gang Of Kharasaanનો ફર્સ્ટ લૂક છે.
ફર્સ્ટ લૂક શેર કરતા તે લખે છે કે, 'નશા કરનારા પણ માણસ યો છે. મુર્શિદને મળો. Gang Of Kharasaanનો ફર્સ્ટ લૂક જાહેર. મુર્શિદ એક એવું કિરદાર છે જે મારા દિલમાં ખાસ સ્થાને છે.'
મતલબ કે સોન્યા હુસેન પોતાના નવા પ્રોજેક્ટના માટે પુરી રીતે તૈયાર થઈ ગઈ છે. Gang Of Kharasaanનો ફર્સ્ટ લૂક દમદાર છે.
આશા છે કે તેની સ્ટોરી પણ સારી હશે. તમારી ફેવરીટ એક્ટ્રેસને નવા અવતારમાં જોવા તૈયાર છોને?