જયા બચ્ચન જ નહીં આ સ્ટાર્સ પણ સોશિયલ મીડિયાથી રહે છે દૂર
બચ્ચન પરિવાર સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે, તો જયા બચ્ચન તેનાથી દૂર રહે છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તેઓ સોશિયલ મીડિયા પર કેમ એક્ટિવ નથી.
હકીકતમાં, તેમની પૌત્રી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ શૉ 'વોટ ધ હેલ નવ્યા સીઝન 2'માં સોશિયલ મીડિયા પર વાત કરતા જયા બચ્ચને કહ્યું હતું કે દુનિયા અમારા પરિવાર વિશે પહેલાથી જ ઘણું બધું જાણે છે. અમારે તેને Instagram પર શેર કરવાની જરૂર નથી
જણાવી દઈએ કે માત્ર જયા બચ્ચન જ નહીં પરંતુ બોલિવૂડના બીજા ઘણા મોટા સ્ટાર્સ છે જે સોશિયલ મીડિયાથી દૂર રહે છે.
એનિમલ સ્ટાર રણબીર કપૂરનું પણ સોશિયલ મીડિયા પર કોઈ એકાઉન્ટ નથી. જોકે, એવું કહેવાય છે કે રણબીર કપૂરનું ઈન્સ્ટાગ્રામ પર એક ફેક એકાઉન્ટ છે જેના દ્વારા તેઓ દરેકને સ્ટોક કરે છે.
બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખાને પણ તેમની પ્રાઈવસી વધુ પસંદ છે. અભિનેત્રી કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ નથી.
કરીના કપૂર ખાનથી લઈને સારા અલી ખાન સુધીના દરેક લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, જ્યારે સૈફ અલી ખાન તેનાથી દૂર જ રહે છે
સોશિયલ મીડિયાથી અંતર રાખનારા સ્ટાર્સની યાદીમાં રાની મુખર્જીનું નામ પણ સામેલ છે. એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે તેમને પોતાના કે તેમની પુત્રી વિશે દુનિયાને અપડેટ આપવામાં કોઈ શોખ નથી.
ઈન્ડસ્ટ્રીના બંને ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે, તો આમિર ખાન તેનાથી દૂર રહે છે. અભિનેતાએ હજી સુધી કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું નથી.