આ શખ્સ કરે છે નીતા અંબાણીનો મેક-અપ, દરરોજ કમાય છે 1 લાખ રૂપિયા

બિઝનેસ અને કમાણી માટે મેકઅપ આર્ટિસ્ટ પ્રોફેશન પણ એક સારો ઓપ્શન છે. લોકો મેકઅપ આર્ટિસ્ટ બનીને દર મહિને લાખો રૂપિયા કમાઈ શકે છે.

મોટી હસ્તીઓ અને અબજોપતિઓ પોતાના માટે પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ રાખે છે. તેમાં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પણ સામેલ છે.

નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટ છે મિકી કોન્ટ્રાક્ટર. મિકી ભારતના સૌથી મોંઘા મેકઅપ આર્ટિસ્ટોમાંથી એક છે.

ફ્રી પ્રેસ જર્નલ અનુસાર, મિકી પ્રતિ દિવસ 75,000થી 1 લાખ રૂપિયા ચાર્જ લે છે.

લાઈફસ્ટાઈલ એશિયા અનુસાર, નીતા અંબાણી સિવાય તેમની દીકરી ઈશા અને મોટી વહુ શ્લોકા પણ મિકીના ક્લાયન્ટ છે.

મિકીએ ટોક્યોના બ્યુટી પાર્લરમાં પણ કામ કર્યું છે. સ્ટ્રગલના દિવસોમાં મિકી અભિનેત્રી હેલનના હેર ડ્રેસર પણ રહી ચૂક્યા છે.

મિકીએ ઘણી ફિલ્મોમાં પણ મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ સેવાઓ આપી છે. જેમાં SRKની 'માય નેમ ઈઝ ખાન' અને ડોનનો સમાવેશ થાય છે.

CelebLiving અનુસાર, મિકીની નેટવર્થ લગભગ 83 કરોડ રૂપિયા છે.

CM યોગી આદિત્યનાથ નાણામંત્રીની સાથે રમ્યા બેડમિન્ટન, જુઓ PHOTOS 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો