'તારક મહેતા'માં દયાબેનની એન્ટ્રીની ચર્ચા વચ્ચે નવા મિસિઝ સોઢી આવશે, આ એક્ટ્રેસ નક્કી!

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અત્યાર સુધીના સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક છે, શોને લઈને હવે એક સારા સમાચાર મળી રહ્યા છે.

કહેવાઈ રહ્યું છે કે, શોમાં નવી રોશન સિંહ સોઢીની એન્ટ્રી થવાની છે. આ પાત્ર મોનાજ મેવાવાલા ભજવતી જોવા મળશે.

ક્રિએટર અને પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે- અમે બધા ખુશ છીએ કે મોનાજ મેવાવાલા અમારો શો જોઈન કરી રહી છે.

'મોનાજનું ટેલેન્ટ અને પેશન, બંને એક્ટિંગમાં એક અલગ તડકો લગાવશે. આ પાત્રને મોનાજ જ સૌથી સારી રીતે કરી શકતી હતી.'

'તારક મહેતા ઉલ્ટા ચશ્મા' પરિવારમાં અમે બધા તેમનું સ્વાગત કરીએ છીએ. મોનાજે પહેલા પણ અસિત મોદી સાથે કામ કરેલું છે.

આ પહેલા શોમાં ફરી દયાબેનની એન્ટ્રીની વાત હતી, પરંતુ દર વખતની જેમ આ વખતે દયાબેનની એન્ટ્રી ન થતા ફેન્સ રોષે ભરાયા હતા.

આ ઈન્ટરનેશનલ ખેલાડીએ મેદાનમાં મચાવ્યું તોફાન... 43 બોલમાં 193 રન બનાવ્યા 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો