27 FEB 2024
Credit: Insta
સિંગર નેહા કક્કર 2022માં ઈન્ડિયન આઈડલના જજની ખુરશી પર જોવા મળી હતી, ત્યારબાદ તેણે રિયાલિટી શોથી દૂરી લીધી.
હવે 2024માં નેહા ટીવી પર પાછી ફરી છે, તે સુપરસ્ટાર સિંગર 3 શોને જજ કરી રહી છે
ETimes ને આપેલા ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ બ્રેક લેવાનું સાચું કારણ જણાવ્યું છે
નેહાએ કહ્યું કે તેને આ બ્રેકની સખત જરૂર હતી કારણ કે તે શારીરિક અને માનસિક રીતે થાકી ગઈ હતી
તેમણે કહ્યું કે, હું જે કરી રહી હતી તે કરવું મુશ્કેલ બની ગયું હતું કારણ કે મને એક નાનો વિરામ જોઈતો હતો.
તેથી, મારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે, મારે બ્રેક લેવો પડ્યો. પણ હવે હું પૂરા ઉત્સાહ સાથે પછી આવી રહી છું
નેહાના બ્રેક દરમિયાન તેના છૂટાછેડા અને પ્રેગ્નન્સીના સમાચાર આવ્યા હતા. તેના પર તેણે કહ્યું- જ્યારથી મેં લગ્ન કર્યા છે, માત્ર બે અફવાઓ ઉડી રહી છે
વધારેમાં તેમણે કહ્યું કે, હું આવી બાબતો પર ધ્યાન આપતી નથી, કારણ કે આ સમાચારોમાં બિલકુલ સત્યતા નથી